PRANTIJ PRI











ઈંગ્લીશ માનસિકતા નુ ધેલુ


બાળક ને ઈંગ્લીશ મિડીયમ મા ભણાવો
ઈંગ્લીશ મા વાતો કરતા શીખવો
'બર્થડે'..'મેરેજ એનીવર્સરીવિગેરે આવા બધા પ્રસંગો ને ઈંગ્લીશ કલ્ચર થી ઉજવતા જોઈ ને રાજી થાવ...
માતા પિતા ને 'મમ્મા અને 'ડેડાકેતા પણ શીખવો...
અને જ્યારે એજ ઈંગ્લીશ કલ્ચર થી સજ્જ  બાળક મોટુ થઈ ને તમને સમય ન આપે,અથવા તમારી લાગણી ને ન સમજે અથવા તમને તુચ્છ સમજી ને હડધુત કરે અથવા તેનામાં તમને કોઈ પણ સંસ્કારો ના દર્શન ન થાય તો બિલકુલ પણ ઘર નુ વાતાવરણ ગમગીન કર્યા વગર કે સંતાન ને દોષ દીધા વગર ગામ ના કોઈ પણ બગીચે જઈ ને રડી લેવુ....કારણ કે....
બાળક ની પેલ્લી વર્ષગાંઠ ઉપર  હવન કુંડ મા આહુતી કેવી રીતે અપાય એના બદલે છરી થી 'કેકકેમ કપાય એ શિખવનાર આપણે...
મંત્ર શુ છે તેની તાકાત કેવી છે પ્રભાવ કેવો છે પુજા પાઠ ના સંસ્કાર આપવા ને બદલે કડકડાટ ઈંગ્લીશ બોલતા સાંભળીને રાજી થતા આપણે...
પેલ્લી વાર બહાર જતા 'જય શ્રી કૃષ્ણ ને બદલે
 'બાય બાય 'કેતા શિખવનાર આપણે...
પરીક્ષા આપવા જતી વખતે ઈષ્ટ/વડીલો ને પગે લગાડવા ને બદલે 'Best of Luck' કહીને સ્કૂલે મોકલનારા આપણે...
બાળક પાસ થતા ઘર મા સાથે બેસી ને લાપસી જમવા ને બદલે હોટેલ મા કચરો ખાવા મોકલનારા આપણે...
આજ બાળક મોટુ  થાય છે અને પરણે એટલે કુળદેવતા/દેવ દર્શને મોકલવાને બદલે હનીમુન કરવા 'ફોરેનની ટીકીટ તેના હાથમાં આપવા વાળા આપણે...
ઘણી એવી અંગ્રેજ ની ઓલાદ છે કે જેને પગે લાગવા મા શરમ લાગે છે...વાંક કોનો ???
ઈંગ્લીશ ભાષા છે તેને શીખવાની હોય ...જીવન માં ઉતારવા ની ન હોય...
આપણે ભારત મા રહીએ છીએ
ફોરેન મા નહી આ યાદ રાખવુ
અને છેલ્લે કદાચ દીકરા/દીકરી ના છુટા છેડા થાય તો ફોરેન મા તો આ બધુ ચાલ્યા જ કરે......'English culture '..
ભારતીય સંસ્કૃતિ.ગુજરાતી ભાષા. સંસ્કાર.વડીલો ને પગે લાગી સમ્માન આપવુ.વિવેક.પુજા.પાઠ...આ બધુ જેને વાહીયાત લાગતુ હોય તેણે કાયમી  *VISA*  મેળવી લેવો....

આપના વાલસોયા બાળકોમાટે વેકશનમાંં આપ એક કલાક આપશો પછી જોઇ નહિ આપોતો એક દિવસ આપનું બાળક મોટુુ થયા પછી આજે મારી પાસે સમય નથી એવું સાંભળવાની તૈયાર આજથી શરૂ કરશો.



વેકેશન ગૃહકાર્યપૂજ્ય વાલીગણ, કુશળ હશો.આપણું બાળક લગભગ  દસ જેટલા મહિના અમારી શાળામાં ભણી ને સફળતા પૂર્વક પોતાના ધોરણનો અભ્યાસ પૂર્ણ કરેલ છે. હવે આપની પાસે એક મહિના કરતાં વધુ સમય માટે વેકેશનમાં રહેશે. આપણા બાળક માટે અને તેના વિકાસ માટે અહીં થોડી વિગતો આપી એ છીએ જે આપ વેકેશનમા તેની પાસે કરાવશો તેવી અપેક્ષા સહ......

Ø  દિવસમાં ઓછા માં ઓછું બે વખત તેની સાથે જમજો અને તેઓને ખેડૂતની સખત મહેનત વિષે માહિતી આપજો અને અનાજ નો બગાડ ના કરાય તે પ્રેમથી સમજાવજો.Ø  પોતાની થાળી પોતે જ સાફ કરે તેવો આગ્રહ રાખજો જેથી તે શ્રમ નું મહત્ત્વ  સમજે.

Ø  તેમને રસોઈ કામમાં  મદદરૂપ થવા દેજો અને પોતાના માટે સાદું શાકભાજીનું કાચું સલાડ બનાવવા દેજો.Ø  તેમને દરરોજ ગુજરાતી, हिन्दी અને English ના નવા 5 શબ્દો શીખવજો અને તેની નોંધ કરાવજો.

Ø  તેને પાડોશીને ઘરે રમવા જવા દેજો અને તેની સાથે સારા સંબંધો વિકસાવવા દેજો.

Ø  જો દાદા  દાદી દૂર રહેતા હોય તો તેમની સાથે સમય વિતાવવા દેજો તેમની જોડે selfi લેજો.Ø  તેને તમારા વ્યવસાયની  જગ્યા એ લઈ જજો અને તેની ખાતરી કરાવજો કે પરિવાર માટે તમો કેટલો પરિશ્રમ કરો છો.

Ø  તેઓ ને સ્થાનિક તહેવારો મોજ થી ઉજવવા દેજો અને તેઓ ને તેનું મહત્વ પણ સમજાવજો

.Ø  તેને તમો એક વૃક્ષ ફરજિયાત વાવવા કહેજો અને તેનું મહત્વ  સમજાવજો.Ø  તમારા બાળપણ ના કિસ્સા ઓ અને કુટુંબ ના થોડા ઇતિહાસ અને સારા ગુણો વિશે વાત કરજો.

Ø  તેને ધૂળ  માં રમવા દેજો જેથી તેની માતૃભૂમિની  ધૂળ નું મહત્વ  સમજે.Ø  તેને નવાં નવાં મિત્રો બનાવવાની તક આપજો બની શકે તો હોસ્પિટલ  અને અનાથશ્રમ ની મુલાકાતે લઈ જજો.

Ø  તેને કરકસરનું મહત્વ સમજાવજો.

Ø  મોબાઈલ અને આધુનિક ટેકનોલોજી ની માહિતી આપજો અને સાથે સાથે તેની દૂષણ થી પણ માહિતગાર કરો...

Ø  મોબાઈલ તો આપતા જ નહીં ફરજિયાત

Ø  તેને  જુના જમાનાની રમતો ગુલ્લીદંડો, સાતેલીયુ જેવી તમારા વખતની રમતો શીખવો.

Ø  ઘર ના દરેક સભ્ય નું મહત્વ કેટલું એ સતત તેને અનુભવ કરવા દો.

Ø  મામા કે ફઇના ઘરે જરુર મોકલો.

Ø  ટીવીની જગ્યા એ જીવરામ જોશી ની કે અન્ય બાળવાર્તા ની બુક્સ ફરજિયાત વચાંવો.

Ø  તમો એ જયા તમારું બાળપણ ગુજાર્યું ત્યાં લઈ જાવ અને તમારા અનુભવો જણાવો. શકય હોય તે  જગયાએ ફરવા લઇ જઇ રૂબરૂ અનુભવ કરાવજો ( તમારા વખતની નદી નાળાં  ટેકરી)
Ø  રોજ સાંજે એક મુલ્યલક્ષી વાર્તા કહો બની શકે તો રામાયણ અને મહાભારત થી વાકેફ કરો.

Ø   રોજ એક શ્રેષ્ઠ વ્યક્તિ વિશે વાત કરો.

Ø  ખાસ....મોબાઇલરૂપી રાક્ષસ તથા ટીવી વિડિયો ગેમથી  થી તો દૂર જ રાખો... એમને રમવા દો, પડવા દો, આપો આપ ઊભા થવા દો........બસ એજ આશા રાખીશું કે આપણા બાળક ને તેનું વેકેશન યાદગાર બનાવવા દેશો....




અને
ઉનાળાનું વૅકેશન પડે એટલે સવાર સવારમાં ગિલ્લીદંડા , ભરબપોરે પત્તા ,
સાંજે ક્રિકેટ ,
 સતોડીયું અને
 ઘંટડી વાગે એટલે
 બરફનો ગોળો ,
રાત પડે એટલે
 ફરી રમતો ચાલુ ને ચાલુ  ... પંદર વીસ જણાના ટોળેટોળા  
... ખડકીઓમાં ચારેબાજુ અવાજ અવાજ  ..
વચ્ચે 20 - 25 દિવસ મામા,
માસી, કાકા, ફઈને ત્યાં રહેવા જવાનું અને ત્યાં પણ એવી ટોળકીઓ  ..
બપોરે એકબાજુ ઘરે ઘઉં સાફ થતા હોય અને
 સાંજ પડે ખડકીમાં મરચું ખંડાતું હોય   ..
ત્યારે તો A C શું એ પણ ખબર નહોતી  .. અને
 રાત્રે થાક્યાપાક્યા ઉપર અગાસી માં ઠંડી પવનની લહેરો વચ્ચે
 બ્રહ્માંડના તારાઓ ને જોઈને એકદમ આશ્ચર્ય પામતા પામતા સુઈ જવાનું કે
આ સામે આકાશમાં દેખાય છે એ ખરેખર છે શું   ..
આ તારાઓ આપણી ઉપર પડતા કેમ નથી  ..
આ ચંદ્ર આટલું બધું અજવાળું કેવી રીતે આપતો હશે   ..
 આ બધાના વૈજ્ઞાનિક કારણો ગમે તે હશે પણ
એ વખત કલ્પનાઓ કરવાની બહુ મજા આવતી   ...
નાનપણની ખરી મજા ઉનાળા એ જ આપી છે  ..
 એ પછી કેરીઓ ખાવાની હોય કે રમવાની હોય  ..
અત્યારે નૌકરી, ધંધા પર બેઠા પછી ગરમી કાળઝાળ લાગે છે
પણ એ વખતે તો
આ ઉનાળો જ સૌથી પ્રિય લાગતો કારણકે ઝીંદગીની સૌથી અમૂલ્ય ક્ષણો જ
એમાં કોતરાયેલી હતી  ..
મોટા થયા ત્યારે નોટો ગણ ગણ કરીએ છે અને
નાના હતા ત્યારે હવે સ્કૂલ ખૂલવામાં કેટલા દિવસ બાકી બસ એની જ ગણતરીઓ થતી હતી  ..
કાશ આ પૈસાની થોકડીઓ
 એ નાનપણ પાછું લાવી આપતું હોત  ...
  શરીર પર ગમે એટલા ઘા લાગતા તો રુજ આવી જતી હતી પણ
 એ ઉંમરે દિલ પર ઘા લાગતા જ ના હતા  ..
 લુચ્ચાઈ શેને કહેવાય
એ ખબર જ ના હતી  . માણસોનું બીજું સ્વરૂપ જોયેલું જ ના હતું   ..
 દુનિયા એકદમ નાની પણ એકદમ સુંદર અને ભવ્ય હતી.......
તમારુ શું કહેવું છે?🌈



 

નાના હતા




સને - ર૦૧૮/૧૯  સાબરકાંઠા જિલ્લા પ્રાંંતિજ તાલુકાની ઘોરણ-૮ નું પરિણામ જાણવા માટે